ભાવનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધાનું આયોજ્ન શિશુવિહાર કેમ્પસ ખાતે થયેલું. આ જિલ્લાકક્ષાનો લોકનૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠનું લોકનૃત્ય “ટીપ્પણી” જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી સફળતા પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ. નિર્ણાયકો દ્વારા લોકનૃત્યમાં ખેલૈયા બહેનોનું ડ્રેસીંગ તથા તેના સ્ટેપ તથા સમગ્ર કૃતિનું એક વાતાવરણને નિર્ણાયકે ખૂબ વખાણેલ. લોકનૃત્યના તમામ નિયમોથી સુસજ્જ ટીપ્પણી લોકનૃત્યને જિલ્લામાં પ્રથમ ક્રમાક આપતા નિર્ણાયકોએ ઉત્સાહ પૂરો પાડયો. ટીપ્પણી લોકનૃત્યની સંપૂર્ણ કોરીયોગ્રાફી શાળાના શિક્ષક કિરપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી તથા વાદવૃંદ નિર્દેશન શાળા શિક્ષક ભરતભાઈ દેસાણી દ્વારા કરવામાં આવેલ. ઉપરાંત આ કૃતિમાં શ્યામભાઈ લોકગીતકારે પોતાની ગાયકીનો લાભ આપેલ. ટીપ્પણી લોકનૃત્યમાં કુલ ૧૫ બહેનોએ ભાગ લીધેલ. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સંસ્થા, મેનેજીંગ ડિરેકટર મનહરભાઇ તથા મિત્તલબેન દ્વારા વિદ્યાર્થીનીઓને તથા બંને શિક્ષકોને અભિનંદન પાઠવેલ. આગામી સમયમાં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ટીપ્પણી લોકનૃત્ય ફરી વિજેતા બને તેવી શાળા પરિવાર શુભેચ્છા પાઠવેલ.