ગુજરાત કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજી અન્ય ત્રણ ચૂંટણીલક્ષી વચનોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના સરકારી કર્મચારીઓના સળગતા મુદ્દા પર કૉંગ્રેસે ભાજપને ઘેરવા મોટા વચનો આપ્યા છે. જેમાં , 2003માં રદ્દ થયેલ જૂની પેંશન યોજના ફરી શરુ કરાશે, ઇન્દિરા રસોઈ યોજના હેઠળ રૂપિયા 8 માં જમવાનું મળશે, મનરેગાની જેમ શહેરી વિસ્તારમાં રોજગારની ગેરેન્ટી પણ આપવામાં આવી છે.આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડા પણ હાજર હતા.
જે બાદ ફરી રાજ્યમાં જૂની પેન્શન યોજના મુદ્દે રાજકારણ ગરમાયુ છે.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે આ યોજના હટાવી વૃદ્ધોને આત્મનિર્ભરથી કફત નિર્ભર બનાવી દીધા, જૂની પેન્શન યોજના કર્મચારીઓનો હક છે. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના આપી છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ જૂની પેન્શન યોજના આપીશું.