ચંદીગઢ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીના વીડિયો લીક થવા મામલામાં મોટો ખુલાસો થયો છે. આરોપી સની મહેતા અને તેનો દોસ્ત પંકર્જ વર્મા MBA સ્ટૂડેંટ્સને બ્લેકમેલ કરી રહ્યા હતા અને તે તેનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી દેશે. આ વીડિયો ખુદ MBA સ્ટૂડેંટે સની મેહતાના કહેવા પર તેને મોકલ્યો હતો. બંને આરોપી MBA સ્ટૂડેંટ પર પ્રેશર આપી રહ્યા હતા કે, તે અન્ય છોકરીઓના વીડિયો બનાવીને મોકલે, નહીં તેનો વીડિયો વાયરલ કરી દેશે.
આરોપીઓના કહેવા પર MBAની સ્ટૂડેંટ્સે બીજી છોકરીઓના વીડિયો બનાવાના શરુ કર્યા. એક દિવસ જ્યારે MBA સ્ટૂડેંટ્સ વીડિયો બનાવી રહી હતી, તો તેને 6 છોકરીઓએ આવું કરતા જોઈ લીધી હતી. ત્યાર બાદ છોકરીઓએ પુછ્યુ કે, શા માટે વીડિયો બનાવી રહી છે ? બાદ MBA ની વિદ્યાર્થીનીએ દાવો કર્યો હતો કે, તેણે પ્રેશરમાં બનાવ્યા હતા. પણ બાદમાં ડિલીટ કરી દીધા. બાદમાં તેણે જણાવ્યું કે, તેણે આ છોકરાઓએ આવું કરવા માટે કહ્યું હતું, જો કે શરુઆતમાં તેણે કહ્યું કે, તે આ છોકરાઓને જાણતી નથી. બાદમાં તેણે સની મેહતાનો ફોટો બતાવ્યો, જે શિમલામાં પોતાની બેકરી ચલાવે છે.
આ છ છોકરીઓએ પહેલા આ મામલામાં વોર્ડન રાજવિંદર કૌર સામે ઉઠાવ્યો, જે સસ્પેન્ડ થઈ ચુકી છે. બાદમાં આ મામલામાં મેનેજર રિતૂ રનૌત સામે ઉઠાવ્યો. જ્યારે રિતૂએ આરોપી છોકરી પાસે આ મામલે પૂછ્યું તો, તેણે માન્યું કે, તેણે વીડિયો બનાવ્યા છે. બાગમાં રિતૂની ફરિયાદ પર પોલીસે ફરિયાદ નોંધી. તેને આ વીડિયો ડિલીટ કરવા માટે કહેવાયું. પોલીસે આ ત્રણ આરોપીની ધરપકડ કરી મોબાઈલ જપ્ત કરી લીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ દિલ્હી મુંબઈમાં બેસીને અમુક લોકો સાથે ફોન પર વાત કરી હતી.
ચંદીગઢ યુનિવર્સિટીમાં છાત્રાઓની ફરિયાદ પર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની એસઆઈટી ગઠન કરવામાં આવી છે, તેમાં ત્રણેય મહિલા અધિકારી છે. આ બાજૂ કોર્ટે ત્રણ આરોપીને 7 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે.