ટેરર ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં એક મોટી કાર્યવાહી જોવા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની તપાસ એજન્સી સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમો ટેરર ફિંડિંગ કેસને લઈને જમ્મુના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે જમ્મુના અલગ-અલગ વિસ્તારોમાં આ દરોડા પાડી રહી છે. અગાઉ આ ટીમ દિલ્હી અને હરિયાણામાં પણ દરોડા પાડી ચૂકી છે.
એપ્રિલ મહિનામાં જમ્મુ અને કાશ્મીર સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ દિલ્હી ઉપરાંત હરિયાણામાં પણ દરોડા પાડ્યા હતા અને આતંકવાદ અને અલગાવવાદ સાથે સંબંધિત કેસોની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, SIAએ જે ઠેકાણા પર દરોડા પાડ્યા છે, તે આતંકવાદી ગતિવિધિઓ અને હવાલા અથવા આતંકવાદીઓને ફંડિંગમાં સંડોવાયેલા શંકાસ્પદ આરોપીઓના છે.
આ આંતકીઓ સામે થશે કાર્યવાહીઃ સૂત્રો
હવે તપાસ એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાના હેતુથી ફંડિક મામલે લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદ, હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક અને શબ્બીર શાહ જેવા આતંકવાદીઓ સામે UAPAની કલમો હેઠળ કાર્યવાહી કરશે.