NIA ની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં દેશનાં 10 રાજ્યોમાં ટેરર ફંડિંગ મામલે દરોડા પાડવામાં આવી રહ્યા છે. PFI નાં અનેક ઠેકાણે રેડ ઉપરાંત 100 થી વધારે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી PFI સાથે જોડાયેલા ટેરર ફંડિંગ કેસને લઈને ચાલી રહી છે.
આ દરોડા મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં ચાલી રહ્યા છે. કેરળમાં આ દરોડા મોટા પાયે થઈ રહ્યા છે. આ દરોડામાં NIAની સાથે EDની ટીમ પણ હાજર છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર NIAએ અત્યાર સુધીમાં 100 થી વધુ PFI કાર્યકરોની ધરપકડ કરી છે.અગાઉ NIAએ બિહાર અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. આ દરોડા પણ આ જ બાબતે પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડાનો વ્યાપ વધુ વધી શકે છે. કેરળમાંથી આગેવાની લીધા બાદ NIA PFIની અન્ય ઓફિસો પર પણ દરોડા પાડી શકે છે. હાલમાં 10 રાજ્યોમાં આ કાર્યવાહી ચાલી રહી છે. જેમાં મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે.
બીજી તરફ મેંગલુરુમાં PFI અને SDPI નાં કાર્યકર્તાઓ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા અને દેખાવો શરૂ કર્યા હતા.