દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી નવરાત્રી-૨૦૨૨ તા.૨૬ થી તા.૫-૧૦ સુધી રસાલા કેમ્પ, નવા ગુરૂદ્વારા પાસેના મેદાનમાં જય અંબે શક્તિ મિત્ર મંડળ તરફથી બાળકો અને બહેનોના દાંડીયારાસ તથા ગરબાનું આયોજન વિનામૂલ્યે દરરોજ રાત્રીના ૮ થી ૧૨ સુધી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકો લાભ લેતા હોવાથી અને તે નિમિત્તે દરરોજ રાત્રીના સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો હાજરી આપે છે અને સારા રમતા ખૈલેયાઓને બાળકોને ઇનામ પણ આપવામાં આવે છે તેમજ દશેરાના છેલ્લા દિવસે જેટલા પણ બાળકો અને બહેનો હોય તે તમામને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. સિંધી સમાજના બહેનો તેમજ બાળકો વગેરે મોટી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લે તે માટે જય અંબે શક્તિ મિત્ર મંડળના આયોજકો બલુ સી.શર્મા, ભગવાનદાસ સી.ચંદાણી, પીન્ટુ બી.શર્મા તેમજ સભ્યોએ અનુરોધ કર્યો છે.