રાંદેર પોલીસની હદમાં મૂન લાઇટ હોટલમાં ગેમ્બલિંગ ક્લબ ચાલતું હતું.VIP સ્ટાઈલમાં ચાલતા કાળા પર પોલીસની રહેમ નજર હતી તેવા આરોપો થઈ રહ્યા હતા. આ રેડની કાર્યવાહીમાં મેનેજર સહિત 21 જુગારી ની ધરપકડ કરવામાં આવી છે.
જે દરમિયાન રૂ 8.90 લાખ રોકડા, 28 મોબાઈલ અને 12 વાહન સાથે કુલ રૂ 45 લાખથી વધુ મુદ્દામાલ સીઝ કરાયો છે.8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
અમરેલીમાં પણ મકાનમાં ચાલી રહેલી ક્લબ થઈ હતી કાર્યવાહી
અમરેલી સ્ટેટ મોનિટરિંગ સેલે કાંટમાં ગામે રેડની કાર્યવાહી કરી હતી. જેમાં એક મકાનમાં ચાલી રહેલી ક્લબમાં 23 જુગારીઓ સાથે 47 લાખના મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રેડ પોલીસ રેડ પાડતા અનેક જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી.પણ મોટી સંખ્યામા કર્મીઑના કાફલા સાથે પાડેલા આ દરોડામાં જુગારીઓને પકડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ મુદ્દામાલમાં રોકડ સહિત મોટી સંખ્યામાં મોબાઈલ તેમજ જુગાર રમવાની ચિપ્સ પણ મળી આવી હતી.