કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં શનિવારના રોજ એટલે કે આજ રોજ મોડી રાત્રે 2:30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર, આંદામાન-નિકોબારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી 431 કિમી દૂર હતું. ભૂકંપની જમીનથી ઊંડાઈ 75 કિમી નીચે હતી. ભૂકંપના આંચકા જોરદાર હતા છતાંય હજુ સુધી કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
આ અગાઉ 5 જુલાઈના રોજ આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઇ હતી. સવારના 5:57 વાગ્યે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવા લાગી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 215 કિમી દૂર હતું. એ સમયે પણ ભૂકંપના આંચકા જોરદાર અનુભવાયા હતા પરંતુ તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહોતું થયું. એની પહેલા 4 જુલાઈએ પણ આંદામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.