ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બપોરે 12:30 થી 2:00 વાગ્યા સુધી લગભગ દોઢ એક કલાકના સમય ગાળા દરમિયાન હળવા ભારે ઝાપટા સાથે ઓચિંતો જ વરસાદ ખાબક્યો હતો. જાણે કે અષાઢ વરસતો હોય તેમ ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તો રાસ ગરબા મહોત્સવના આયોજકોને ચિંતા વધી ગઈ હતી. ૨ વાગ્યા પછી વરસાદનું જોર હળવું પડ્યું હતું.