ભાવનગર-તળાજા હાઇવે પર આવેલ તણસા ગામ નજીક મોડી રાત્રીના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર – તળાજા રોડ પર સણોદરથી તણસા વચ્ચે ગત મોડી રાત્રીના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં બે ૧૦૮ એમ્બ્યુલન્સ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત ક્રિષ્નકુમાર,અંગદકુમાર અને પાર્થ કુમારને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતની આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.