દેશના લોકપ્રીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી તા.૨૯ને ગુરૂવારે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા ભાવનગર આવી રહ્યા છે. આ તકે તેમનો ભવ્ય રોડ શો આયોજીત થયો છે ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઇને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. વડાપ્રધાન મોદીને ભાવસભર રીતે આવકારવા ભાવનગર સજ્જ બન્યું છે. શહેરના જવાહર મેદાનમાં વડાપ્રધાનની ભવ્ય જનસભા યોજાશે. આ માટે વિશિષ્ટ પ્રકારનો ડોમ ઉભો કરી દેવાયો છે. જ્યારે એરપોર્ટથી રૂપાણી સર્કલ સુધી રોડ શોનું આયોજન છે. જાે કે, રોડ શોના રૂટ અંગે હજુ સુધી તંત્રએ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
દરમિયાનમાં રોડ શો માટે થઇને દિલ્હીથી આજે ખાસ કારનો કાફલો પણ ભાવનગર આવી પહોંચ્યો છે અને રોડ શોના રૂટ પર ફર્યો હતો.
વડાપ્રધાનને સત્કારવા ભાવનગરમાં વિવિધ સર્કલોે અને ઇમારતોને રોશનીથી ઝળહળતી કરાઇ છે.
ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે વડાપ્રધાન
લોકાર્પણ
* સૌની યોજના, લિંક-૨, પેકેજ-૭ – રૂા. ૪૦૧.૭૮ કરોડ
* ૨૫ મેગાવોટ સોલાર પ્રોજેક્ટ – રૂા. ૧૧૧.૯૩ કરોડ
* રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર – રૂા. ૧૦૦.૦૦ કરોડ
* કન્ટેઇનર મેન્યુપેક્ચરિંગ, નવાગામ ભાવનગર – રૂા. ૭૦.૦૦ કરોડ
* ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન – રૂા. ૧૧.૧૦ કરોડ
* મોડેલ સ્કૂલ, તળાજા – રૂા. ૧૦.૦૦ કરોડ
* સરકારી કન્યા છાત્રાલય – રૂા. ૮.૮૬ કરોડ
* મોતીબાગ ટાઉનહોલ, ભાવનગર – રૂા. ૫.૩૧ કરોડ
* યુ.જી.ડી. બોટાદ ફેઝ-૧ અને ૨ – રૂા. ૫૭.૯૪ કરોડ
* ૩૨ એમ.એલ.ડી., એસ.ટી.પી., બોટાદ – રૂા. ૪૨.૭૨ કરોડ
ખાતમુહૂર્ત
* સી.એન.જી. ટર્મિનલ, નવાબંદર – રૂા. ૪૦૨૪.૦૦ કરોડ
* જી.આઇ.ડી.સી., નવા માઢીયા – રૂા. ૨૦૦.૦૦ કરોડ
* સૌની યોજના, લિંક-૨, પેકેજ-૯ – રૂા. ૧૩૪.૯૧ કરોડ
* ઓગમેન્ટેશન ઓફ બુધેલ ઝોન ફેઝ-૨ – રૂા. ૨૫.૧૬ કરોડ
* અકવાડા તળાવ, ભાગ-૨ – રૂા. ૧૭.૯૪ કરોડ
* એસ.ટી. વિભાગીય કચેરી, ભાવનગર – રૂા. ૭.૬૨ કરોડ
* ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ – રૂા. ૧૦૪૪.૬૯ કરોડ
* ગઢડા ઓગમેન્ટેશન યોજના ભાગ-૨ – રૂા. ૧૧૩.૮૯ કરોડ
* એયુજી ઓફ બોટાદ આરડબલ્યુએસએસ વિભાગ – ૨ – રૂા. ૧૦૭.૦૬ કરોડ
* એયુજી ઓફ બરવાળા આરડબલ્યુએસએસ વિભાગ – ૨ – રૂા. ૨૬.૦૯ કરોડ
* બાબરા વૃક્ષ સુધારણા પાણી પુરવઠા યોજના – રૂા. ૪૯.૧૫ કરોડ
* ઇશ્વરીયા વિકાસ વૃદ્ધિ – રૂા. ૪૨.૮૫ કરોડ
* અમૃત ઓજના અંતર્ગત વિવિધ કામો – રૂા. ૧૫.૮૨ કરોડ