શહેરના ઇસ્કોન કલબ ખાતે ઇસ્કોન કલબ અને આર્ચિસ ગૃપ દ્વારા આયોજીત નવરાત્રિ ગરબા મહોત્સવએ જબરદસ્ત માહોલ સજર્યો છે. યૌવન એવું હિલોળે ચડ્યું હતું કે, જાણે રાત્રે દિ ઉગ્યો હોય તેવો માહોલ શુભારંભ અવસરે જાેવા મળ્યો હતો.
ઇસ્કોન કલબના મેનેજર આનંદભાઇ ઠક્કર, શેઠ બ્રધર્સ પરિવાના ગૌરવભાઇ શેઠ, આર્ચિસ ગૃપના રામદેવસિંહ ગોહિલ સહિતના આયોજકો દ્વારા જબરદસ્ત ભવ્ય સ્ટેજ, ગ્રાઉન્ડ ડેકોરેશન, સેલ્ફી ઝોન, ક્ડિ્ઝ પ્લે એરિયા, અદ્ભૂત સાઉન્ડ સિસ્ટમ, પ્રોફેશ્નલ બાઉન્સર સુવિધા અને સૌથી મહત્વપૂર્ણ પારીવારીક વાતાવરણની અનુભૂતિ કરાવતું સુંદર આયોજન કરવામાં આવ્યં છે.
પ્રથમ દિવસે શુભારંભ અવસરે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ડો. ધીરૂભાઇ શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, અગ્રણી કે.કે. ગોહિલ, અગ્રણી ઉદ્યોગપતિ ગીરીશભાઇ શાહ, મધુસિલિકાના દર્શકભાઇ શાહ, પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયા, પટેલ સમાજના અગ્રણી દયાળભાઇ લાણીયા (રતનપર), શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઇ પંડયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.