પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે તેમજ નેશનલ ગેમ્સ 2022નું ઉદ્દઘાટન પણ કરવાના છે ત્યારે 36મી નેશનલ ગેમ્સને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોનું આયોજન કરાયુ હતું. અટલબ્રિજની નજીક નેશનલ ગેમ્સની પૂર્વ સંધ્યાએ તમામ ખેલાડીઓના સ્વાગત માટે ડ્રોન શો નું આયોજન કરાયુ હતું. 600 જેટલા ડ્રોનની મદદથી અલગ અલગ પ્રતિકૃતિઓ બનાવી સૌ કૉઈનું ડ્રોન શોએ મન મોહી લીધું હતું
29 ઓગસ્ટ થી 12 ઓક્ટોબર સુધી 36મી નેશનલ ગેમ્સ ચાલશે. 100 દિવસના ટુંકા ગાળામાં ગુજરાતના 6 શહેરમાં આયોજન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના 3734 ખેલાડીઓ અમદાવાદના મહેમાન બન્યા છે. અમદાવાદમાં 47 હોટલના 2999 રૂમ બુક કરાયા છે. અમદાવાદમાં 7 સ્થળે 114 મેડલ માટે કોમ્પિટિશન યોજાશે. ગાંધીનગરમાં 3, રાજકોટમાં 3 સ્થળો પર રમતોનુ આયોજન, ભાવનગરમાં 2, વડોદરા 2, સુરત 2 સ્થળ પર આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.