તળાજા તાલુકાના વાટલિયા ગામમાં આવેલ પવનચક્કીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતા અને પાવનચક્કીને લગતા સામાનની ચોરી કરીને કારમાં ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ દાઠા તાબેના બોરડા નજીકના વાટલીયા ગામે રોડ પર પવન ચકકીનું કામ શરૂ હોય ગોડાઉનમાં રાખેલ પવનચકકીનો સામાન,બોલ્ટ,કેબલ ક્રેનમાથી ડિઝલની ચોરી કરી બે તસ્કરો નાસવા જતા કંપનીના કર્મચારીઓનુ ધ્યાન જતા કર્મચારીઓએ તસ્કરોનો પીછો કર્યો હતો.જયારે આ બન્ને તસ્કરો કારમા ફરાર થઈ ગયા હતા.
તળાજાના વાટલીયા ગામના અને નજીક અરબુદા સીક્યુરીટી એજન્સીમા નોકરી કરતા
ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ સરવૈયાએ દાઠા પોલીસ સ્ટેશનમા બે અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, પવનચકકી ગોડાઉનમાથી આશરે ૫૦ લીટર ડીઝલ, કેબલ વાયર, પવનચકકીના બોલ્ટ સહિતની ચોરી થઈ હોવાનું જણાવતા દાઠા પોલીસે તપાસ હાથ ધરી હતી.