ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર સામે અનેક સંગઠનો મેદાનમાં આવ્યા છે, cngના ભાવ વધારાની સામે રિક્ષાચાલકો પણ કરશે આંદોલન એવી ભીતિ હાલ સેવાઇ રહી છે. 10મી ઓકટોબરે પ્રતિક હડતાળની ચીમકી આપી છે. CNGના સતત વધતા જતાં ભાવના વિરોધમાં રિક્ષાચાલકો 10મી ઓકટોબરે પ્રતીક હડતાળ પાડશે. આ એલાનને પગલે મોટાભાગના રિક્ષાચાલક એસો. હડતાળમાં જોડાતા બંધને સજ્જડ પ્રતિસાદ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.
છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ-ડીઝલ કરતાંય વધારે ગતિથી CNGના ભાવો વધી રહ્યા છે અને સરકારની બેદરકારીને કારણે લાખો રિક્ષાચાલકો ભયંકર તકલીફમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ અદાણીએ સીએનજીના ભાવમાં 3 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે જેના પગલે રિક્ષા ચાલકોએ આંદોલન કરવાની ચીમકીઆપી છે.