હિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રવાસો વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિલાસપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે હિમાચલ પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે. તે બુધવારે જ કુલ્લુની વિશ્વ પ્રસિદ્ધ દશેરા રથયાત્રામાં ભાગ લેશે. કુલ્લુમા દશેરાનો કાર્યક્રમ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
બીજી તરફ પીએમ મોદીની બિલસુપરની મુલાકાતના સંદર્ભમાં ગુરુવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વ્યવસ્થાઓની સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓને મુલાકાતને યાદગાર બનાવવા માટે સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે એઈમ્સ ઉપરાંત વડાપ્રધાન બિલાસપુરના બંધલા ખાતે હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ફોર લેન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે
સીએમએ જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને બિલાસપુર અને તેની આસપાસના વિસ્તારોમાં બસો અને અન્ય વાહનો માટે પર્યાપ્ત પાર્કિંગની વ્યવસ્થા કરવા ઉપરાંત બિલાસપુર શહેર તરફ જતા રસ્તાઓની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.આ સિવાય પીએમની બિલાસપુર મુલાકાત પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા રવિવારે હિમાચલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે તમામ રાજ્ય અને જિલ્લા સ્તરે ભાજપનું પોતાનું મુખ્યાલય હોવું જોઈએ. ઉનામાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે આ કાર્યાલય પાર્ટીના કાર્યકરોને પાર્ટીના આધારને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાનું આયોજન અને અમલ કરવામાં મદદ કરશે.