ઉના શહેરનાં ત્રિકોણબાગ પાસે આવેલ રાવણાવાડીમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનાં આગેવાની હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્દાક્ષ સીનેમાનાં ઉદ્ધાટન માટે કાર્યક્રમમાં યોજાયો હતો. જેમા
પ્રદેશ અધ્યક્ષ સીર આર પાટીલે સભાને સંબોધનતા જણાવ્યું હતું કે 2017 કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે. પરતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે. પહેલા એવું કહેતા હતા કે ભાપજ સરકાર રીમોટ કંટ્રોલથી ચાલે છે. પરંતુ આજે સોનિયા ગાંધીનું રીમોટ કંટ્રોલ ભાગી ગયું છે. કોંગ્રેસના પપ્પુ જે વિસ્તારમાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે પણ અત્યારે એવુ છે કે પપ્પુ નહિ જાય તો પણ કોંગ્રેસ હારસે ગુજરાતમાંથી 27 વર્ષે થી કોંગ્રેસ ને જાકારો મળ્યો છે.
ભારતીય જનતા પાર્ટી એ મેનીફેસટોમાં આપેલ તમામ વચનો પુર્ણ કર્યા છે. કોંગ્રેસનું કામ ‘કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના’ કોંગ્રેસ મોટી મોટી લોભામણી જાહેરાતો કરે છે પરંતુ જાહેરાતો પુરી થતી નથી. દ્વારકામાં ડીમોલેશન મામલે જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામ તોડી પાડી કૃષ્ણ નગરીમાં બીજું કંઇ હોય ન શકે તેવું જણાવેલ અંતમાં મીડિયાનો આભાર વ્યક્ત કરી જણાવેલ કે ભાજપનો દરેક કાર્યકર ભાજપનું હ્રદય છે.





