સિહોર તાલુકાના ટાણા ગામમાં શેરીમાં ઘોડી ઉતાવળે ચલાવવા બાબતે મહિલાએ ઠપકો આપ્યાની દાઝ રાખી શેરીમાં રહેતી મહિલા સહિત છ શખ્સે પરિવાર ઉપર હુમલો કરતા સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના ટાણા ગામમાં આવેલી મણીનગર શેરીમાં રહેતો ગોપાલ પલાભાઈ રબારી શેરીમાં ઉતાવળે ઘોડી ચલાવી નીકળતા વિજયભાઈ હરજીભાઈ વાળાની માતાએ તેને ઠપકો આપતા મોડી સાંજે ગોપાલ પલાભાઈ રબારી,જીણા નગાભાઈ,પલાભાઈ નગાભાઈ, ભગત બુધાભાઈ,શિવુબેન પલાભાઈ અને કિશુબેન પલાભાઈ વીજયભાઇના ઘરે આવ્યા હતા અને ઠપકો આપ્યાની દાઝ રાખી વિજયભાઈ અને તેની બહેન સોનલબેન અને માતા સાથે ઝઘડો કરી વિજયભાઈને કુહાડીનો ઘા ઝીંકી તેને અને સોનલબેનને મુંઢમાર મારતા ઇજાગ્રસ્ત બન્ને ભાઈ બહેનને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે વિજયભાઈ વાળાએ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે.