ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો છે. હર્ષદ રિબડિયાએ આજે મોડી સાંજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળો પણ શરૂ થઈ હતી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.
માણાવદર વિધાનસભા-87ના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આજે સ્પીકર નીમાબેન આચાર્યને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ, સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. હાલ આ વાત સ્પષ્ઠ થઈ નથી કે, તેઓ આગળ કઈ પાર્ટીમાં જોડાશે.