સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ સાયબર ફ્રોડ સામે ઝુંબેશ શરૂ કરી છે.મંગળવારે તપાસ એજન્સીએ દેશમાં 100 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ખાસ વાત એ છે કે સીબીઆઈએ ઈન્ટરપોલ, ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન જેવી એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે કાર્યવાહી કરી છે.
સીબીઆઈએ મંગળવારે સાયબર ગુનેગારો સામેના અભિયાનના ભાગરૂપે અનેક રાજ્યોમાં 115 સ્થળો પર દરોડા પાડ્યા હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળો સાથે મળીને ‘ઓપરેશન ચક્ર’ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ દ્વારા 87 સ્થળોની શોધ કરવામાં આવી હતી, જ્યારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ દ્વારા 28 સ્થળોની શોધ કરવામાં આવી હતી. દિલ્હીમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.તપાસ એજન્સીએ રાજસ્થાનના રામસમંદમાં એક ઠેકાણામાંથી 1.5 કરોડ રૂપિયા રોકડા અને 1.5 કિલો સોનું જપ્ત કર્યું છે.રાજસમંદમાં એક નકલી કોલ સેન્ટરનો પણ પર્દાફાશ થયો છે.તે જ સમયે, પુણે અને અમદાવાદમાં બે નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે યુએસ નાગરિકોને નિશાન બનાવતા હતા.આ કેસોમાં 300થી વધુ શકમંદોની તપાસ ચાલી રહી છે.