જૈનોના પવિત્ર ગિરીરાજ (પાલિતાણા)માં તા.૮ને શનિવારના રોજ એકસાથે ૪૦થી અધીક જૈન મુમુક્ષુઓ તળેટી રોડ ઉપર આવેલ સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા તથા નંદપ્રભામાં સવારે પધારશે ત્યાં તેમના વધામણા થશે. આ દિવસે શાશ્વત ઓળીના આઠમા દિવસના આરિત્ર્ય પદ ઉપર સવારે ૭ થી ૮ પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં પ્રવચન થશે. સવારે ૯.૧૫ કલાકે નંદપ્રભાથી વર્ષીદાન રથયાત્રા નીકળશે. આ પ્રસંગે સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળામાં ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય સાધ્વી તરૂલતાશ્રીના નિશ્રાવર્તી પૂજ્ય સાધ્વીજી ભગવંતોની અનેકવિધ તપોની પુર્ણાહૂતિ પ્રસંગે બપોરે ૧૨.૩૯ કલાકે નવાણુ પ્રકારી પુજા ભણાવાશે. ૬.૧૫ કલાકે પક્ષી પ્રતિક્રમણ તથા રાત્રે ૮.૧૫ કલાકે નંદપ્રભામાં મુમુક્ષુ સત્કાર સમારોહ યોજાશે.
તા.૯ને રવિવારના રોજ ક્ષત્રુંજય ગિરિરાજ ઉપર ૨૦ કરોડ મુનીવરોને કેવલ-મોક્ષ પ્રાપ્તી થયેલ. તેની યાદગીરી રૂપે આ દિવસે સર્વે મુમુક્ષુ સલોત ચતુર્વિધ સંઘ સવારે ૬ કલાકે નંદપ્રભાથી નમિનાથ પ્રભુના ચવ્વન કલ્યાણકની રથયાત્રામાં જાેડાઇ તળેટીએ અભિવંદન કરી ગિરીરાજની ભાવભરી સ્પર્શના યાત્રાનો પ્રારંભ કરશે અને નવટૂંક મધ્યે આવેલ સિધ્ધપદના સ્વામી પાંચ પાંડવોની દેરીએ દર્શન-વંદન-અભિવંદન કરી દાદાની ટૂંકે પ્રથમ તિર્થંકર આદેશ્વર દાદાના દર્શન-વંદન-સ્તવન પૂજન કરી નિર્મળ સંયમ યાત્રાના આશિષ માગશે.