ભાજપના રાજકીય અને સહકારી અગ્રણી અજિત પટેલના બીભત્સ વીડિયો મામલે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે તેમને પક્ષમાથી સસ્પેંડ કર્યા છે. બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો મહિલા સાથેનો બિભત્સ હરકત કરતો એક કથિત વીડિયો વહેતો થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોને લઇને સુરત જિલ્લા સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો હતો.
આ મામલે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે અજિત પટેલને પક્ષમાથી સસ્પેંડ કરી દીધા છે. બીભત્સ વીડિયો મામલે પક્ષની છબી ખરડાતા તાબડતોબ સસ્પેંડ કરાયા છે. વધુમા ખરવાસા ગામ સમિતિ અને મંડળમાં પણ રાજીનામુ આપવા સુચન કરાયુ છે.
અગાઉ વાયરલ થયેલા વિડીયોમાં અજીત પટેલ રાતના અંધારામાં કોઇ મહિલા સાથે અંગત પળો માણતા દેખાઇ રહ્યાં હતા. અજીત પટેલ કે જેઓ પોતે સુમુલ ડેરીના ડિરેક્ટર છે તેમજ બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય અને ભાજપ અગ્રણી પણ છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ રીતે એકાએક કોઇ મહિલા સાથે રંગરેલીયા મનાવતો વીડિયો વાયરલ થતા રાજકીય ક્ષેત્રે આ વીડિયોએ ભારે ચર્ચા જાગી હતી. આ વીડિયોમાં ઘરનો દરવાજો ખોલીને એક મહિલા અર્ધનગ્ન હાલતમાં બહાર આવતી નજરે પડે છે. ત્યાર બાદ આ નેતા પણ બહારથી ઘરના દરવાજા સાઇડ આવે છે અને મહિલાને ભેટી તેની સાથે બિભત્સ હરકત કરતા નજરે પડતા હતા.