આસો મહિનો શરૂ થઈ ગયો અને અડધો પૂરો પણ થવા આવ્યો છતાં મેઘરાજ જાણે કે દિવાળી માણીને જવા માગતા હોય તેમ જવાનું નામ લેતા નથી.
ભાવનગર શહેરમાં ઢળતી સાંજે હળવા ભારે ઝાપટા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.
વરસાદના પગલે તહેવારોની ચીજ વસ્તુ વેચવા બેઠેલા લારી- પાથરણા વાળાઓને દોડધામ થઈ ગઈ હતી તો જવાહર મેદાનમાં કલા પ્રદર્શનનું આયોજન કરનાર આયોજકોને પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી.
હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ વરસાદ આવી શકે છે.