ભાવનગરના પત્રકાર જગત તથા સાહિત્ય વિશ્વના સિતારા સમાન મહેન્દ્ર ગોહિલે અચાનક જ વિદાય લીધી હતી. લીલા પરિવાર સાથે આત્મીયતાથી જાેડાયેલા મહેન્દ્ર ગોહિલનું ભાવનગરમાં કલા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ પ્રદાન રહ્યું છે તેમની પુણ્યતિથિ નિમિત્તે લીલા ગ્રુપના કોમલકાંત શર્માએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, તે એક ઉર્જામય વ્યક્તિત્વ હતા. નવા વિચારો અને બદલાતા સમય સાથે સદાય આગળ વધવાનું માનતા મહેન્દ્ર ગોહિલના જવાથી મોટી ખોટ પડી છે.
ઉલ્લેખનીય છે કે, પત્રકાર,કવિ મહેન્દ્ર ગોહિલ ‘ઉલકા’ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમની વર્ષોની સાહિત્ય સેવા,શબ્દયાત્રા દરમિયાન તેમણે રચેલા કાવ્યો,ગઝલો અને રચનાઓને સ્વરાંકિત કરી શબ્દાંજલી આપવાના એક પ્રયાસરૂપે ‘ઉલ્કાનો ઉજાસ’ શીર્ષક અંતર્ગત કાર્યક્રમ આજે તા.૮ ને શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે ઝવેરચંદ ઓડિટોરિયમ, મીનીહોલ, સરદારનગર ખાતે આમંત્રીતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું Ukja.trailcode.com ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.