ભાવનગરના લીલા સર્કલ પાસેથી ભરતનગર પોલીસે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરતનગર પોલીસ કાફલો ગત મોડી રાત્રીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન લીલા સર્કલ પાસે પસાર થઈ રહેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી.ભરતનગર પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ,ઇકો ફોર્ડ કાર મળી કુલ રૂ.૨,૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે કૌશિક દયારામ પંડ્યા અને અશ્વિન નાનુભાઈ જાનીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.