ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવે પૂરના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે.
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે દોઢ ડઝન જિલ્લાના 1370 ગામોમાં પૂરની સ્થિતિ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 6 લોકોના મોત થયા છે. રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે વીજળી પડવાથી, સર્પદંશ અને ડૂબી જવાથી એક-એક વ્યક્તિના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં અતિવૃષ્ટિ, વીજળી પડવા, સર્પદંશ અને ડૂબી જવાથી થયેલા 6 લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારોને રાહતની રકમનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે.