સાઉથ આફ્રિકાને વનડે સિરિઝમાં હરાવ્યાં બાદ ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ડ્રેસિંગ રુમમાં જોરદાર ડાન્સ કરીને જશ્ન મનાવ્યો હતો. કેપ્ટન શિખર ધવન સૌથી આગળ રહ્યો હતો અને તેની આજુબાજુ ટીમ ઈન્ડીયાના બાકીના ખેલાડીઓ વીંટળાઈ ગયા હતા અને તારા બોલો તારા રા રા… ગીતની ધૂન પર ડાન્સ કરીને જીતની ઉજવણી કરવા લાગ્યા હતા.
શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ખેલાડી બોલો તારા રા રા રા… ગાયકો જોરશોરથી નાચી રહ્યા છે. આ વીડિયોમાં ટીમના તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબી ગાયક દલેર મહેંદીએ આ ગીત ગાયું હતું જે 1995માં રિલીઝ થયું હતું. 27 વર્ષ પછી પણ આ ગીત આજે પણ પહેલા જેવું જ લોકપ્રિય બની રહ્યું છે.