અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડને ઍક્સેસિબિલિટી સેવાઓ માટે યુનિફાઇડ લાઇસન્સ આપવામાં આવ્યું છે.આ લાયસન્સ દ્વારા કંપની દેશમાં તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ પૂરી પાડી શકે છે.આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોએ અદાણી ગ્રૂપની કંપની ADNLને ઈન્ટિગ્રેટેડ ટેલિકોમ લાયસન્સ આપવાની માહિતી આપી હતી.સરળ શબ્દોમાં કહીએ તો, હવે, તે લાંબા અંતરના કૉલ્સ કરવા અને તેના નેટવર્ક પર ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે પાત્ર છે. આ લાઇસન્સ મેળવ્યા પછી, કંપની ભવિષ્યમાં તેની 5G સેવાઓનો વિસ્તાર કરી શકે છે.અદાણીની એન્ટ્રી સાથે, વોડાફોન-આઈડિયા ઉપરાંત Jio, Airtel જેવી કંપનીઓને નવો પડકાર મળશે.
આ સંદર્ભે સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, “અદાણી ડેટા નેટવર્ક્સને UL (AS) લાઇસન્સ મળ્યું છે.” અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે લાઇસન્સ જારી કરવામાં આવ્યું હતું.જો કે આ અંગે અદાણી જૂથ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અદાણી ગ્રુપે તાજેતરમાં યોજાયેલી હરાજીમાં સ્પેક્ટ્રમ ખરીદીને દેશના ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે કંપનીએ કહ્યું હતું કે તે આ સ્પેક્ટ્રમનો ઉપયોગ જૂથની અંદરની બિઝનેસ પ્રવૃત્તિઓ માટે કરશે.ADNL એ તાજેતરમાં યોજાયેલી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 20 વર્ષ માટે 212 કરોડ રૂપિયામાં 400 MHz સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું