ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં મંગળવારે સાંજે અચાનક પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની સાયરનો એક સાથે ગુંજી ઉઠી હતી અને વાહનોનો કાફલો આવીને ચોકની વચ્ચે ઉભો રહી ગયો હતો. આ સાથે જ શું થયું – શું થયું? તેની પૂછપરછ લોકોમાં શરૂ થઈ ગઈ હતી. કેટલીક મિનિટ સુધી વાહનોનો કાફલો ઘોઘાગેટ ચોકમાં જ થંભતા ટ્રાફિકજામ પણ થયું હતું.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, દિલ્હીના સાંસદ અને ગુજરાતના આમ આદમી પાર્ટીના સહ પ્રભારી ભાવનગરના ચૂંટણી પ્રવાસે હોય અને શહેરની મુખ્ય બજારમાં આમ આદમી પાર્ટીની રેલી નીકળવાની હોય તેમા હાજરી આપવા સાંસદ ચઢ્ઢા પોતાના કાફલા સાથે ઘોઘાગેટ આવ્યા હતા. વધુમાં તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળેલી હોવાથી સાંસદની સાથે પોલીસના સુરક્ષા કર્મીઓ ઉપરાંત એમબ્યુલન્સ અને ફાયર બ્રિગેડ કાફલો પણ સુરક્ષામાં તહેનાત કરાયો હતો. આથી સાંસદ દિવસભર જુદી જુદી જગ્યાએ હાજરી આપી ત્યાં ત્યાં આ પ્રકારે દબદબા સાથે કાફલો સાથે રહ્યો હતો.!