વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની માત્ર બાકી છે પરંતુ જંગ ચાલુ થઈ ગયો હોય તેમ ભાવનગરમાં છેલ્લા એક પખવાડિયાથી ભાજપ, કોંગ્રેસ અને આપના રાજ્ય તથા કેન્દ્રના નેતાઓ શેરીઓ ખૂંદી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને દિલ્હીના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગઈકાલે ભાવનગરમાં સંવાદ અને સભા કરી શાસક ભાજપ પર તાતા પ્રહારો કર્યા હતા.
રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ભાવનગરને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે તેનો મુદ્દો હાથ પર લઇ સાંસદ ચઢ્ઢાએ પૂછ્યું હતું કે ભાવનગરે અનેક નેતાઓ આપ્યા છે પરંતુ ભ્રષ્ટ નેતાઓએ ભાવનગરને શું આપ્યું.?
તેમણે શિક્ષણ કેબિનેટ મંત્રી નો વિસ્તારો હોવા છતાં બીમાર શાળાઓ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો વિસ્તાર હોવા છતાં સરકારી દવાખાનામાં ડોક્ટર, દવા બેડની સુવિધાનો અભાવ હોવાથી ભાવનગરના લોકોને સારવાર માટે અમદાવાદ અને રાજકોટ જેવા શહેર ઉપર મદાર રાખવો પડે છે તેમ જણાવી રાજ્ય અને કેન્દ્રની નેતાગીરીની ઝાટકણી કાઢી હતી.