ગત તા.૧૧ ઓક્ટોબરના રોજ સઘન ટીબી સર્વેલન્સ ભાવનગર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.લખાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનીલભાઇ પંડિત, ભારતીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રા.આ. કેન્દ્ર, ફરિયાદકા, ઉંડવી, અધેલાઇ, હાથબ, ભુંભલી, ભંડારિયામાં સર્વેલન્સ યોજાયું જેમાં અધેલાઇ પ્રા.આ.કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ડો.દિવ્યાબેન જાની, ડો.મોનાબેન ભટ્ટ, સુપરવાઇઝર મનોજભાઇ રાવલ, લક્ષ્મીબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ અધેલાઇ તળાવીયાપરા વિસ્તાર તેમજ માઢીયા ગામમાં સર્વેલન્સ કરીને ૨ ૭=૯ શંકાસ્પદ દર્દીને શોધી કઢાયા હતાં.