ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી કારમાંથી કરોડો રૂપિયા પકડાયા છે,જેના લીધે એજન્સી તપાસના કામે લાગી ગઇ છે. આટલી મસમોટી રકમને ગણવા માટે 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બોર્ડર પાસે બે કારમાં અલગ અલગ રીતે રોકડ લઇ જવામાં આવતી હતી ,આ મામલે 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદના 4 લોકોની કરવામાં આવી છે અટકાયત. અમદાવાદના સાહિલ પ્રજાપતિ,પ્રવીણ દરબાર,છગનલાલ પ્રજાપતિ અને દલપપતરામ પ્રજાપ્રતિની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ આ ચારને સઘન પુછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે માવલ ચોકી પરથી બે કાર પકડાઇ હતી, આ બે કારમાંથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ મળી આવી હતી. રોકડ સાથે અમદાવાદના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ સાથે જોધપુર આઇટી વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવાની હતી તે અંગેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.