ભાવનગર – તળાજા રોડ પર બુધેલ – કોબડી વચ્ચે કાર પલ્ટી ખાઇ જતા ગંભીર ઇજા થતાં ચાલક યુવાનનું મોત થયું હતું.
અલંગ તાબેના મણાર ગામના હરેશભાઇ નાનજીભાઈ ખેર નામનો યુવાન મારૂતિ ડિઝાયર કાર નં. જી.જે.૩૬-એફ-૭૭૬૧ લઈને નિકળેલ ત્યારે બુધેલ-કોબડી વચ્ચે કાર પરનો સ્ટીયરીંગ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઇ જતા ગંભીર ઇજા થતા ૧૦૮ મારફત હરેશભાઇને સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.