ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે ભારત સ્કાઉટ ગાઈડ સંધ નેશનલ હેડ ક્વાર્ટર ન્યુ દિલ્હી દ્વારાથ આગામી ૧૬થી ૨૦ ઓકટોબર ૨૦૨૨ દરમિયાન કોસ્ટલ ટ્રેકિંગ અને નેચર સ્ટડી પ્રોગ્રામનુ આયોજન તમિલનાડુના મંદપમ ખાતે કરવામા આવેલ છે
જેમા ગુજરાતમાથી બે રોવર્સની પસંદગી થયેલ છે જેમા વ્યાસ યશપાલ રાજેન્દ્રભાઈ,સોલંકી ઓમ પ્રવીણભાઈ બંન્ને ભાવનગરના રોવર પસંદ થયેલ છે. આ અગાઉ પણ ભાવનગરના સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર દ્વારા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ખુબ સુંદર દેખાવ કરેલ છે. રોવર્સ લીડર જયેશભાઇ દવે અને જિ મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમા બંન્ને રોવર્સ નેચર સ્ટડી, ટ્રેકીંગ,ગ્રૃપ ડીસ્કસન, ક્વીઝ, દરિયા કિનારાની સફાઈ, કેમ્પ ફાયર જેવા કાર્યક્રમોમા ભાગ લેશે.