ભારતની પરમાણુ ક્ષમતાથી લેસ સબમરીન INS અરિહંત પરથી શુક્રવારે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે અને જેનું પરીક્ષણ સફળ રહ્યું. મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીથી નક્કી કરેલ સીમા સુધી કરવામાં આવ્યું છે. ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આ મુદ્દે આધિકારિક નિવેદન પણ આપવામાં આવ્યું છે જે અનુસાર મિસાઇલ તમામ પેરામીટર સર કરીને સટીક પહોંચી હતી.
નોંધનીય છે કે INS અરિહંત ભારત માટે સમુદ્રમાં એક મહત્વપૂર્ણ પરમાણુ સબમરીન છે જેને વર્ષ 2009માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે લોન્ચ કરી હતી અને 2016માં પ્રધાનમંત્રી મોદીએ તેને નૌસેનામાં સામેલ કરાવી હતી. અરિહંતના સામેલ થવાની સાથે જ ભારત પાસે જમીન, નભ બાદ જળમાં પણ પરમાણુ શક્તિ મળી હતી. ભારત ત્રણેય જગ્યાએથી પરમાણુ છોડી શકે છે.
INS અરિહંત પાસે એટલી તાકાત છે કે તે સમુદ્રના કોઈ પણ ખૂણામાંથી દુશ્મન દેશના કોઈ પણ શહેર પર હુમલો કરી શકે છે. ત્યાંથી બેઠા બેઠા સમુદ્ર, જમીન અથવા હવામાં પણ હુમલો કરી શકાય છે અને દુશ્મન દેશને ધૂળ ચટાડી શકાય છે.