ભાવનગરની માધ્યમિક શાળાના આચાર્યોના પ્રતિષ્ઠિત સંગઠન આચાર્ય સંઘ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ભાવનગરના શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદીનું શૈક્ષણિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરવા બદલ “સામાજિક શૈક્ષણિક સેવા એવોર્ડ” આપી સન્માન કરી, ઉપસ્થિત ગુરુજનો દ્વારા શુભાશિષ પાઠવવામાં આવ્યા. સાથે સેવા નિવૃત્ત થતા આચાર્યઓ,શ્રેષ્ઠ શિક્ષક,વહીવટી કર્મી અને સેવકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ જિલ્લા શિક્ષણ અધિકારી મૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં તથા શિક્ષણવિદ મનહરભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.