તામિલનાડુમાં રહેતા સ્માર્ત બ્રાહ્મણોએ પોતાને લઘુમતીનો દરજજો આપવાની માંગણી કરતા સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધી હતી, એટલું જ નહી સુપ્રીમ કોર્ટે એવી ફટકાર લગાવી હતી કે જો આવી માંગ સ્વીકારાય તો આખો ભારત લઘુમતીઓનો દેશ બની જાય.
સુપ્રીમ કોર્ટે સ્માર્ત બ્રાહ્મણોની લઘુમતીનો દરજજો આપવાની માંગ ફગાવીને કહ્યું હતું કે સ્માર્ત બ્રાહ્મણ ધાર્મિક સંપ્રદાય નથી એટલે તેને લઘુમતીનો દરજજો ન આપી શકાય. ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારિ અને ન્યાયમૂર્તિ એસ. રવિન્દ્ર ભટ્ટની પીઠે કહ્યું હતું કે ઘણા બધા લોકો અદ્ધેત દર્શનનું પાલન કરે છે, આ પરીસ્થિતિમાં જો અમે સ્માર્ત બ્રાહ્મણોને લઘુમતીનો દરજજો આપીએ તો આ સ્થિતિમાં અમારી પાસે લઘુમતીનો આખો દેશ થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે સ્માર્ત બ્રાહ્મણોની લઘુમતીની માંગ ફગાવી હતી.