ભાવનગરની પ્રતિષ્ઠિત 100વર્ષ જૂની પેઢી દાસ પેંડા વાળા ફૂડસ્ પ્રા.લી. ભાવનગરના મેનેજીંગ ડાયરેકટર, સાહસિક અને સફળ બિઝનેસમેન ડો. બૈજુભાઈ એસ. મહેતા (ph.D,h.c.food technology)નો આજે તા.18 ઓકટોબરના જન્મદિવસ છે. તેઓ સફળ બિઝનેસમેન સાથે ભાવનગર માટે ગૌરવરૂપ છે. બૈજુભાઈ સામાજીક ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેમાં ચેરપર્સન રેગ્યુંલીટી કમિટી FSNM (ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ સ્વિટ્સ એન્ડ નમકીન) FSSAI ટાસ્ક ફોર્સ દિલ્હી તથા સ્ટેટ લેવલ એડવાઇઝ કમિટી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના મેમ્બર, ઉપ પ્રમુખ ગુજરાત મીઠાઈ નમકીન એસો., પ્રમુખ ભાવનગર સ્વીટ એન્ડ નમકીન એસો., કમિટી મેમ્બર ફૂડ એન્ડ ડેરી કમિટી – ગુજરાત ચેમ્બર, કમિટી મેમ્બર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગર, જોઈન્ટ સેક્રેટરી ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટીઝ એસો., ટ્રસ્ટી મોઢ મહાજન સાવરકુંડલા અને ટ્રસ્ટી મોઢ જ્ઞાતિ નાનું તડ ભાવનગર છે. તેમને આજે સવારથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.