દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ ભાવનગરની બજારમાં લોકોની ભીડ સાથે રોનક વધતી જાય છે. દિવાળી સમુહ પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે જેના વિના દિવાળીની ઉજવણી અધુરી ગણાય છે તેવા ઘરના ઉબરે તથા દરવાજા પર લગાવવાના શુભ-લાભ તથા સ્વસ્તિકના સ્ટીકરો, ફળીયામાં બનાવવામાં આવતી રંગોળી માટેની રંગ બે રંગી ચિરોડી ઉપરાંત ઘરમા શુશોભન માટે લગાવવના તોરણ, ઝુમર સહિતની બજારમાં ધૂમ ખરીદી ચાલી રહી છે.
દિવાળીના તહેવારોમાં આગણે રંગોળી બનાવી દરવાજે તોરણ સાથે શુશોભન કરવાની હિન્દુ સંસ્કૃતિની પરંપરા આજે પણ લોકોએ જાળવી રાખી છે.