ઉમરાળા તાલુકાના રંધોળા ગામ નજીક રંઘોળા ચોકડી પાસે આવેલ વૃંદાવન હોટલ પરથી એલ.સી.બી.એ પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ પ્રવાહી લી.૨૫,૦૦૦ ભરેલ શંકાસ્પદ ટેન્કર-૦૨ મળી કુલ રૂ.૨૪,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્?તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે,રંઘોળા ચોકડી પાસે ધોળા રોડ ઉપર આવેલ વૃંદાવન હોટલે ઇન્ડીયન ઓઇલ લખેલ અશોક લેલન્ડ કંપનીનાં ટેન્કર-૨માં પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ જેવું પ્રવાહી ભરેલ છે. તે બંને શંકાસ્પદ ટેન્કર છે. જેથી આ બાતમીવાળી જગ્યાએ આવતાં હોટલે હાજર કલ્પેશ ઉર્ફે બુધો તીખાભાઇ ડાંગર ( ઉ.વ.૨૯ ) ધંધો-વેપાર રહે.આહિર સમાજની વાડી પાસે ,રંઘોળા તા.ઉમરાળાવાળાની માલિકીનાં ટેન્કર નં.-ય્ત્ન-૦૮-છેં-૪૬૧૮ તથા ય્ત્ન-૦૧-મ્રૂ-૧૮૮૩માં કોફી કલરનું તથા આછા પીળા કલરનુ પ્રવાહી ભરેલ પેટ્રોલીયમ પેદાશ તથા જ્વલનશીલ જેવું અલગ પ્રકારની દુર્ગંધવાળું ૨૫ હજાર લીટર પ્રવાહી ભરેલ મળી આવેલ.જે અંગે હાજર માણસ પાસે આધાર પુરાવા માંગતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ તે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ.જેથી આ બંને ટેન્કર તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાતાં જવલનશીલ પેટ્રોલીયમ પેદાશ પ્રવાહી લી.૨૫,૦૦૦ની કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/- તથા બંને ટેન્કરની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૪,૫૦,૦૦૦/ નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે ઉમરાળા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી થવા માટે નોંધ કરાવી આગળની તપાસ જે.એ.લાંગાવદરા પો.હેડ કોન્સ., એલ.સી.બી., ભાવનગર નાંઓને સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. કે.એમ.પટેલ તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, શકિતસિંહ સરવૈયા, બીજલભાઇ કરમટીયા જાેડાયા હતા.