Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે PM મોદી દક્ષિણ ગુજરાતમાં

કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ, તાપી, નર્મદા અને સુરત જિલ્લાને 2083 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

aaspassdaily by aaspassdaily
2022-10-20 11:44:22
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

આજે 20મી ઓક્ટોબરે PM મોદી સવારે કેવડિયા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે, વડાપ્રધાનશ્રી બપોરે 12 કલાકે કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.
આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકાસકાર્યો લોકોને અર્પણ કરવા જઇ રહ્યા છે. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

પ્રવાસીઓ ઉકાઈ ડેમ, કુદરતી સૌંદર્ય અને ધોધની મજા માણી શકશે

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યારબાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકશે. તેના લીધે સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થશે. તેના લીધે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથે પણ સંપર્ક વધશે.

Tags: gujaratmodi
Previous Post

મહારાષ્ટ્રમાં ATSએ પનવેલમાંથી PFIના 4 સભ્યોને દબોચ્યા

Next Post

કચ્છમાં 3.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ભારત અને અફઘાનિસ્તાનમાં ભૂકંપ

કચ્છમાં 3.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ

અમેરિકાની લેબમાં તૈયાર થયું કોરોનાનું સૌથી ઘાતક સ્વરૂપ !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.