વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં Omicronના XBB સબ વેરિયન્ટને કારણે સંક્રમણની વધુ એક લહેર જોવા મળી શકે છે, જે કોવિડ-19 વાયરસનો એક પ્રકાર છે. વિકાસશીલ દેશોના વેક્સિન મેન્યુફેક્ચરર્સ નેટવર્ક (DCVMN)ની વાર્ષિક સામાન્ય સભામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી કોઈપણ દેશમાંથી એવો કોઈ ડેટા આવ્યો નથી કે જે સાબિત કરી શકે કે નવો વેરિઅન્ટ તબીબી રીતે વધુ ગંભીર છે.
સ્વામીનાથને જણાવ્યું હતું કે, તેઓ BA.5 અને BA.1ના ડેરિવેટિવ્ઝ પર પણ નજર રાખી રહ્યા છે, જે વધુ અભેદ્ય અને પ્રતિરક્ષા વિરોધી પણ છે. જેમ-જેમ વાયરસ વિકસિત થાય છે, તેમ તેમ તે વધુને વધુ ફેલાય છે. અત્યાર સુધી કોઈ પણ દેશમાંથી એવો કોઈ ડેટા નથી મળ્યો કે આ નવો સબ-વેરિઅન્ટ વધુ તબીબી રીતે ગંભીર છે. જરૂરી પગલાં સૂચવતાં ડૉ. સ્વામીનાથને જણાવ્યું હતું કે, મોનિટરિંગ અને ટ્રેકિંગ મહત્ત્વનાં પગલાં છે. આપણે મોનિટર અને ટ્રેક કરવાનું ચાલુ રાખવું પડશે. અમે જોયું છે કે તમામ દેશોમાં પરીક્ષણમાં ઘટાડો થયો છે, છેલ્લા કેટલાક મહિનામાં જીનોમિક સર્વેલન્સમાં પણ ઘટાડો થયો છે.