આજે શનિવાર ધનતેરસથી દિવાળી શ્રૃખલાનો પ્રારંભ થયો છે. લોકો સવારે મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા અને ઘરે પણ પૂજન કરેલ સાજના સમયે વેપારીઓ પોતાની દુકાનો અને પેઢીઓ પર લક્ષ્મી પૂજન કરશે. લોકો આજથી દિવાળી પર્વના તહેવારની ઉજવણી કરવા લાગ્યા છે. આવતી કાલે કાળીચૌદશની ઉજવણી કરાશે જેમાં કાળભૈરવ, હનુમાનજીની પૂજા કરવા ઉપરાંત ઘંટાકર્ણ મહાવીરની પણ પૂજા કરાશે.
દિવાળીના તહેવારો નિમિત્તે લોકો બાકી રહેલી ખરીદીને આખરી ઓપ આપી રહ્યા છે. આજે સવારથી જ બજારમાં લોકોની ભારે ગીર્દી શરૂ થઈ જવા પામેલ અને બજારમાં મોટા ભાગની દુકાનો પર ગ્રાહકો નજરે ચડતા વેપારીઓ પણ ખુશખુશાલ જાેવા મળ્યાં હતાં.
દિવાળી પર્વ નિમિત્તે શહેરની બજારોમાં થતી ગીરદીને ધ્યાને લઈ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન જાળવવા માટે અગાઉથી જ જાહેરનામું પ્રસિદ્ધ કરી મુખ્ય બજારોમાં વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે લોકો બજારમાં મુક્ત મને હરીફરી અને ખરીદી કરી શકે જાેકે સવારથી જ બજારમાં ચાલી શકાય નહીં તેવી ભીડ જાેવા મળી રહી છે સાંજ પડતા ભિડ વચ્ચે અને લોકો બજારની રોનક પણ માણશે. સોમવારે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.