Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટીકીટ આપશો તો જીતાડીશું : ક્ષત્રીય યુવા સંમેલનમાં નગારે ઘા

ક્ષત્રીય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે તબક્કાવાર લડત અને આયોજનો આગળ ધપાવવા ર્નિણય : સંમેલન માટે પશ્ચિમ મત વિસ્તારની પસંદગી સૂચક

aaspassdaily by aaspassdaily
2022-10-22 14:25:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિધાનસભા ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે ક્ષત્રીય સમાજે પ્રતિનિધિત્વની માંગ વધુ પ્રબળ બનાવી છે, શુક્રવારે પશ્ચિમ મત વિસ્તારમાં મળેલા ક્ષત્રીય યુવા રાજકીય , સામાજિક ચેતના સંમેલન અંદાજીત ૫૦૦૦ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુંકાર કરાયો છે કે જે પક્ષ ક્ષત્રીય ઉમેદવારને જે બેઠકની ટિકિટ આપશે તેને જીતાડવાની જવાબદારી સમાજ દ્વારા લેવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા વિવિધ તબક્કે સમાજને યોગ્ય પ્રભુત્વ મળે તે માટે અભિયાન છેડવા નક્કી થયું હતું.


શાશક પક્ષ દ્વારા ભાવનગર જિલ્લામાં વિધાનસભાની એકપણ ટીકીટ આપવામાં આવતી નહિ હોવાથી છેલ્લા ૩ મહિનાથી અલગ અલગ પ્રકારના ત્રણ સંમેલનો કરવામાં આવેલ . શુક્રવારે ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યુવા ક્ષત્રીય સંમેલનનું આયોજન સાંજે રાખવામાં આવેલ. આ સંમેલન ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ . આ સંમેલનમાં આશીર્વચન આપવા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેલ. સંમેલનમાં મુખ્યત્વે જે મુદ્દાઓ ઉપર મંથન – ચિંતન કરવામાં આવેલ . તેમાં મુખ્યત્વે મતદાનની ટકાવારી વધારવી, મતદાર યાદીમાં નામો મોટા પ્રમાણમાં નોંધણી કરાવવા, જીલ્લામાં ૨,૫૦,૦૦૦ થી ૨,૭૫,૦૦૦ ( અઢી થી પોણા ત્રણ લાખ ) મતદારો ક્ષત્રીય સમાજના છે, જીલ્લામાં મતદારોની સંખ્યા બીજા નંબરે છે ,જીલ્લામાં (ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા અને પાલીતાણા એમ ચાર બેઠક ઉપર ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ હોય આ બેઠકો પૈકી કોઈપણ ૧ બેઠક ક્ષત્રીય સમાજને ફાળવવી, આગામી સમયમાં મહિલા સંમેલન કરવું અને ત્યારબાદ મહાસંમેલન યોજવું , ક્ષત્રીય મતદારોનું પ્રભુત્વ ધરાવી વિધાનસભા ઉપર દરેક વિસ્તારોમાં નાની – મોટી મીટીંગ દરેક સમાજને સાથે રાખીને કરાવી વિગેરે બાબતો હતી.

 

Tags: bhavnagarrajput samaj sammelan
Previous Post

ધનતેરસ સાથે દિવાળી શ્રંૃખલા પર્વનો પ્રારંભ

Next Post

હાઇકોર્ટ રોડ પર ઝેરોક્ષના વેપારી બાખડ્યાઃ એકનો બીજા પર હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

હાઇકોર્ટ રોડ પર ઝેરોક્ષના વેપારી બાખડ્યાઃ એકનો બીજા પર હુમલો

સરકારી કચેરીમાં ધોકાની રજા જાહેર થતાં હવે સળંગ ૫ દિવસનું દિવાળી વેકેશન

સરકારી કચેરીમાં ધોકાની રજા જાહેર થતાં હવે સળંગ ૫ દિવસનું દિવાળી વેકેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.