ખ્યાતનામ મેગેઝીન ‘મીઠાઈ એન્ડ નમકીન ટાઈમ્સ’ દ્વારા ભારતના 28 સ્ટેટ અને 8 યુનિયન ટેરિટરી માંથી પસંદ કરવામાં આવેલ ટોટલ 101 ખ્યાતનામ પ્રોડક્ટ ના લિસ્ટ માં ભાવનગરના દાસપેંડાવાળા ના ‘કેસર પેંડા’ને સ્થાન મળ્યું છે.
આ આર્ટિકલમાં જણાવાયું છે કે, દાસ પેંડાવાલા 100 વર્ષ જૂની ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. તેઓ વિવિધ લોકપ્રિય પેંડા, તમામ શ્રેણી ની મીઠાઈઓ, ભાવનગરી ગાઠીયા, અન્ય નમકીન તથા બેકરી ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે, તેમાં તેમના કેસર પેડા ખાસ છે .
પ્યોર મિલ્ક માંથી બનતા તેમના કેસરપેડા ઉચ્ચ ગુણવત્તાના કેસર અને ઈલાઈચી યુક્ત હોય છે . અને તે અનટચ બાય હેન્ડ બને છે .તે સિંગલ પીસ MAP( મોડીફાઇ એટમોસ્ફિયર પેકેજીંગ) પેકિંગમાં પેક કરવામાં આવે છે. સમગ્ર મીઠાઈ ઇન્ડસ્ટ્રીઝમાં આ નવીનતમ પેકિંગ આ પ્રકારનું પ્રથમ છે જેણે તેમના પેડા ની પ્રશંસા ઓર વધારી છે.
છેક 1937 માં, દાસ પેંડાવાલાને પેડાની શ્રેષ્ઠ ગુણવત્તા માટે ભાવનગરના રાજવી તરફથી ઉત્તમ ગુણવત્તા માટેનું પ્રશંસા પ્રમાણપત્ર મળેલું, અને તાજેતરમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ભાવનગરની મુલાકાત દરમિયાન તેમના વક્તવ્યમાં ભાવનગરની યાદગીરી સમાન “દાસના પેંડા’ નો ઉલ્લેખ કરી તેમના ગૌરવમાં ઔર વધારો કરેલ. દાસપેંડાવાલા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.બૈજુ મહેતા(પીએચડી, ફૂડ ટેક્નોલૉજી), જે પારિવારિક વ્યવસાયની ચોથી પેઢી ના છે તેમણે જણાવ્યું કે “પેડા બનાવવાની પ્રોસેસ ને અમે મોર્ડનાઈઝેશન કરેલ છે પણ તેનો ટ્રેડિશનલ સ્વાદ અને ગુણવત્તા આજે પણ અમારા પૂર્વજો દ્વારા તૈયાર કરવામાં આવેલ તે જ છે.