મોરબી હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા 500 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે તુરુંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મોટા નેતાઓ પણ મોરબી ખાતે દોડી ગયા હતા. લોકો મોરબી પાલિકા અને ઓરેવા ગ્રુપની કામગીરી સામે આંગળી ચીંધી રહ્યા છે.