મોરબીમા ઝુલતા પુલ તૂટવાને કારણે સર્જાયેલ દુર્ઘટનામાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ આંકડો હજુ વધી રહ્યો છે આ દુર્ઘટના પાછળ આ પુલ પર નિયત સંખ્યા કરતા વધુ લોકોની હાજરી તથા કેટલાક યુવાનોએ પુલને નુકસાન થાય તેવી રીતે કરેલી ધીંગા મસ્તી જીવલેણ નીવડી હોવાનું બહાર આવ્યું છે. આ વિડીયો પુલ પરના સીસીટીવીના ફૂટેજનું હોવાનું કહેવાય છે. જો કે આ અંગે આખરી પુષ્ટિ સત્તાવાર રીતે હજુ આપવામાં આવી નથી.