ભાવનગરના વરિષ્ઠ અને જાણિતા વકિલ અનિલભાઈ આર શ્રીધરાણીનું તા.૩૧ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી પ્રોપર્ટી ટાઈટલ ક્લિયર સહિતના કામમાં સંકળાયેલા હતા. શહેરની અનેક સોસાયટી અને વસાહતો તેમના ટાઈટલ નિચે કાયદાકીય માન્યતા મેળવેલી છે. અનિલભાઈનું નિધન થતા તેમની ઈચ્છા મુજબ તેમના પરિવારજનોએ આજેં સવારે તેમનું દેહદાન આપ્યુ હતું. શ્રીધરાણીના નિધનથી ભાવનગરના વિવિધ વકિલ મંડળોએ શોંકાજલી પાઠવી છે.





