ઉમરાળામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવાનને ભાવનગરના ચાર શખ્સોએ પીછો કરી મારી નાખવાની ધમકી આપતા નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉમરાળામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાજુભાઇ ઉર્ફે રાજકુમાર સેવારામ વધવા ( ઉ.વ.૨૮ ) ભાવનગરના નિલમબાગ સર્કલથી જેલરોડ પર આવેલ મુરલીધર પાનની દુકાને માવો ખાવા માટે ઉભા રહ્યા ત્યારે ત્યાં હાજર સુનિલભાઈ રજાઈએ એક વર્ષ પહેલાં થયેલી બોલાચાલીની દાઝ રાખી રાજુભાઈને ગાળો આપતા રાજુભાઇ ત્યાંથી પોતાની કાર લઈને જતા રહેતા સુનિલભાઈએ તેનો પીછો કરી અટકાવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓ તેમની કાર લઈને ઉમરાળા જવા રવાના થતા સુનિલભાઈ અને ત્રણ અજાણ્યા શખ્સએ સ્કૂટર અને કારમાં આવી પીછો કરતા રાજુભાઇ બચવા માટે વરતેજ પોલીસ સ્ટેશન પહોંચી જતા શખ્સો જતા રહ્યા હતા.
આ બનાવ અંગે રાજુભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.