પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે,સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જોડવાનું કાર્ય કરે છે. આજે માત્ર બે રુટનું બ્રોડ ગેજમાં પરિવર્તન જ નથી થયું, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો દિલ્હી અને ઉત્તર ગુજરાત સાથે જોડશે અને એને પરિણામે અનેક તકોનું સર્જન થશે. આજે ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં વિકાસનાં તમામ ક્ષેત્રની ગતિ અને શક્તિ વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
2014 પહેલાં રેલવે સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની થઈ રહેલી ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે જે બે રુટનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ થયું છે, એ કાર્ય દાયકાઓથી અપેક્ષિત હતું. આ બ્રોડ ગેજ રૂપાંતરણથી અમદાવાદ-દિલ્હી માટે વૈકલ્પિક રૂટનું પણ નિર્માણ થયું છે. ગુજરાતના વિકાસ અને કનેક્ટિવિટી માટે આજે બહુ મોટો દિવસ છે, એવું તેમણે ઉમેર્યું હતું. બ્રોડગેજ વિનાની રેલ્વે લાઇન એકલા ટાપુ જેવી હોય છે જેમ નેટવર્ક વિના કમ્પ્યૂટર અને મોબાઇલ અધૂરા છે તેમજ બ્રોડ ગેજ કનેક્ટિવિટી વિના રેલ ક્ષેત્ર અધૂરૂ છે. આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજના પરિણામે સમગ્ર રેલ્વે કનેક્ટીવીટીનું વિસ્તૃતિકરણ થયું છે. અગાઉ આ રૂટની ટ્રેનો અન્ય રાજ્યોમાં નહોતી જઇ શકતી અને અન્ય રાજ્યોની ટ્રેનો પણ આવતી ન હતી, જે આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજ લાઇનના પરિણામે સરળ અને શક્ય બનશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં રેલ્વે કનેક્ટિવિટી સીમિત હતી તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ જણાવ્યું કે, દાયકાઓ સુધી ગુજરાતના રેલ્વે કનેક્ટીવીટીને પરીપૂર્ણ કરવા માટે રાહ જોવી પડી છે. આજે જેતલસર ખંડ સંપૂર્ણરીતે બ્રોડગેજમાં પરિવર્તિત થતાં ભાવનગર અને અમરેલીના લોકોને સોમનાથ અને પોરબંદરથી સીધી કનેક્ટિવીટીનો લાભ મળશે. ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોના પરિવહનનું અંતર અને સમય પણ ઘટશે. સુરેન્દ્રનગર, રાજકોટ, સોમનાથ , પોરબંદર માં એક વૈક્લિપ રૂટના રૂપમાં ઉપલબ્ઘ બનશે.
જણાવ્યું કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે જેમાં ઔધોગિક ક્ષેત્રે લોજીસ્ટીક કોસ્ટ મોટો વિષય હતો. જેને આજે રેલ્વે, હાઇવે, એરપોર્ટ અને પોર્ટની કનેક્ટીવીટીની સરળ કરવામાં આવ્યું છે. ગુજરાતના પોર્ટને સશક્ત બનાવવામાં આવી રહ્યાં છે, પોર્ટની ક્ષમતા બમણી થઇ રહી છે જેની અસર સમગ્ર દેશના વિકાસ પર દેખાઇ રહી છે. વેસ્ટ્રન કોરિડોર થી ગુજરાતના પોર્ટને દેશના અન્ય હિસ્સાઓ થી જોડવામાં આવી રહ્યા છે.સાગરમલા યોજના અંતર્ગત સંપૂર્ણ કોસ્ટ લાઇનમાં રસ્તા બનાવવમાં આવી રહ્યાં છે.